
NMMS વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે ફોર્મ ભરવાની માહિતી, પરીક્ષાની તારીખ, કોલ લેટર, પરીક્ષાની તૈયારી કરવા માટેનું સાહિત્ય તેમજ પરિણામની માહિતી તમને આ એક જ પોસ્ટમાં મળશે. NMMS ને લગતી કોઈ પણ નવી માહિતી આવશે તેને આ પોસ્ટમાં add કરવામાં આવશે. તો આ પોસ્ટને જોતી રેહવી. આ પોસ્ટને તમારા મિત્રો સાથે share કરો જેથી તેમને પણ માહિતી મળી શકે.
- પરીક્ષાનું પરિણામ (Result)
- NMMS 12-02-2023 Answer Key
- પરીક્ષાનો કાર્યક્રમ
- શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમ
- વિદ્યાર્થીની લાયકાત
- આવક મર્યાદ
- પરીક્ષા ફી
- પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ
- અભ્યાસક્રમ
- ક્વૉલીફાઇગ ગુણ તથા મેરીટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો
- કસોટીનું માળખુ
- જરૂરી આધારો / પ્રમાણપત્રો
- શાળાએ કરવાની કાર્યવાહી
- તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીએ કરવાની કાર્યવાહી
- અગત્યની સૂચનાઓ
પરીક્ષાનો કાર્યક્રમ :
ક્ર્મ | વિગત | તારીખ |
---|---|---|
1 | જાહેરનામું બહાર પાડ્યાની તારીખ | 07-10-2022 |
2 | આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો | 11-10-2022 થી 30-11-2022 |
3 | પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો | 11-10-2022 થી 30-01-2023 |
4 | શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ | 7-12-2022 |
5 | તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા,આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ,બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એપુવ કરવાની અંતિમ તારીખ | 09-12-2022 |
6 | પરીક્ષા તારીખ | 12-02-2023 |
શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો :
- પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ ૧૦૦૦/- લેખે વાર્ષિક રૂ ૧૨૦૦૦/ મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
- શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ National Scholarship Portal પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્રારા ક્યા National Scholarship Portal પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.
- National Scholarship Portal ની સુચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. જો કોઇ એ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજુ કરી સ્કોલરશીપ મેળવેલ હશે તો તેની જવાબદારી રહેશે.
- રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ સંબંધિત રાજય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી.
વિદ્યાર્થીની લાયકાત :
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.
- જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
- ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
આવક મર્યાદા :
- એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000/- થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)
પરીક્ષા ફી :
- જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૭૦/- રહેશે.
- પી.એચ.,એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ. ૫૦/- રહેશે.
- સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
- કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ :
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
---|---|---|---|
(1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનીટ |
(2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી | 90 | 90 | 90 મિનીટ |
અભ્યાસક્રમ :
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception) , છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
- ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
- ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.
ક્વૉલીફાઇગ ગુણ તથા મેરીટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો :
- NMMS પરીક્ષામાં બન્ને વિભાગના મળીને કુલ ગુણમાંથી લઘુતમ ગુણ જનરલ, EWS તેમજ ઓ.બી.સી. કેટેગરી માટે ૪૦% ગુણ (૭૨ ગુણ), એસ.સી, એસ.ટી તથા PH કેટેગરી માટે ૩૨% ગુણ (પ૮ ગુણ) ક્વોલીફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવેલ છે.
- NMMS પરીક્ષામાં બન્ને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી, તે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે.
- NMMS પરીક્ષામાં જિલ્લાવાર નિયત થયેલ ક્વોટામાં સમાવિષ્ટ થવા માટે એક સરખા ગુણ ધરાવતા હોય તેવા એક કરતા વધુ વિધાર્થીઓ હોય તો તેમની જન્મ તારીખ ધ્યાને લઇ ઉંમરમાં મોટા હોય તે વિધાર્થીને અગ્ર કમ આપવામાં આવે છે.
- જો આવા વિધાર્થીઓની જન્મ તારીખ પણ એક સરખી હોય ત્યારે તેમના નામના પ્રથમ અંગ્રેજી મુળાક્ષર મુજબ (A,B,C,D) પ્રમાણે અગ્ર કમ આપવામાં આવે છે.
- વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ “Result” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
- NMMS પરીક્ષામાં શિક્ષા મંત્રાલય ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના વિધાર્થીઓ માટે ફાળવવામાં આવેલ કુલ ૫૦૯૭ ના ક્વૉટાને જિલ્લાવાર જનરલ, એસ.સી, એસ.ટી તથા તે પૈકી પી.એચ અનામત પ્રમાણે શિષ્યવૃતિ ક્વૉટા વહેંચી, જિલ્લાવાર કેટેગરીવાર કટ ઓફ માર્કસની વિગતો દિન-૭ માં વેબસાઇટ ઉપરથી જાણી શકાશે.
કસોટીનું માળખુ:
- પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) રહેશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
- આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.
- અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
- ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો/ પ્રમાણપત્રો જોડવાના રહેશે.
- ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
- આવકના દાખલાની પ્રમાણિત નકલ. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)
- ધોરણ-૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો.
- જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનો રહેશે) (જો લાગુ પડતુ હોય તો)
- વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતુ હોય તો)
- વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
- શાળાએ ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર આચાર્યશ્રીના સહિ-સિક્કા કરી જરૂરી આધારો/પ્રમાણપત્રો સાથે તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની/શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.
- તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીમાં શાળામાંથી આવેલ આવેદનપત્રોની આધારો સહિત ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર તા:૧૯/૧૧/૨૦૨૨ સુધી ઓનલાઇન એપ્રુવ કરવાના રહેશે. તથા તમામ આવેદનપત્રોની હાર્ડકોપી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની/ શાસનાધિકારીની કચેરી ખાતે જમા રાખવાના રહેશે.
- વિદ્યાર્થી અથવા શાળા દ્વારા તેમના આવેદનપત્રો રાજ્ય પરીક્ષા બોર્ડમાં સીધા મોકલવામાં આવશે તો તે રદ ગણવામાં આવશે.
- અરજી ફોર્મ ચોકસાઇ પૂર્વક ઓનલાઇન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મતારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
- SC, ST, તેમજ PH કેટેગરીના વિધાર્થીઓએ સર્ટીફીકેટ તેમજ આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવા ફરજિયાત છે.
- SC, ST, તેમજ PH કેટેગરીના વિધાર્થીઓ દ્વારા અપલોડ કરાયેલ પ્રમાણપત્રો અને આવકના દાખલાની જવાબદારી સંબંધિતોની જ રહેશે.
- જો ફોર્મ ભરતી વખતે કોઇપણ નામ, અટક, જન્મતારીખ, જાતિ કે અન્ય કોઇ ભુલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિધાર્થીનું નામ ન દેખાય તો વિધાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિધાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ૨૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
- આવેદનપત્ર ભરવાના છેલ્લા દિવસોમાં આધાર ડાયસની કોઇપણ ભુલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં નહીં આવે. આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઇ આધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.
- જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતાં શૈક્ષણિક મેગેઝિન/વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ થયા અંગેની પ્રેસનોટ આપી વધુમાં વધુ વિદ્યાર્થી ઓ પરીક્ષામાં ઉપસ્થિત થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
- વિદ્યાર્થી હિતને ધ્યાને લઇ, જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૧૦ (દસ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
જરૂરી આધારો / પ્રમાણપત્રો :
શાળાએ કરવાની કાર્યવાહી :
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીએ કરવાની કાર્યવાહી :
અગત્યની સૂચનાઓ ::
Read Paripatra : 31-03-2023 NMMS EXAM 2022-23 નું મેરીટ લીસ્ટ અને પરિણામનું જાહેરનામુ
Read Paripatra : 23-01-2023 NMMS ફી ભરવાની મુદતમાં વધારો
Read Paripatra : 15-11-2022 NMMS ફોર્મ ભરવાની મુદતમાં વધારો
Read Paripatra : 02-11-2022 NMMS ફોર્મ ભરવાની મુદતમાં વધારો
Read Paripatra : 07-10-2022 NMMS નોટિફિકેશન
Post a Comment