
TET - I & II ની પરીક્ષાનો કાર્યક્રમ, પરીક્ષાની તૈયારી માટેનું સાહિત્ય, પરીક્ષાની માહિતી જેવી કે કોલ લેટર મેળવવા, પેપરની આન્સર કી, તેમજ પરીક્ષાનું પરિણામ જાણવા માટે આ પોસ્ટને બુકમાર્ક કરી રાખો. તેમજ તમારા મિત્રો સાથે શેર કરો. પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ 6 થી 8)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-I&II-2022(Teacher Eligibility Test-I&II-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. ફોર્મ તમે https://ojas.gujarat.gov.in પરથી ભરી શકશો.
- TET-1 પરીક્ષાની તારીખ : 16/04/2023
- TET-2 પરીક્ષાની તારીખ : 23/04/2023
- TET - 2 (2023) વિભાગ 1 Material
- TET - 2 (2023) વિભાગ 2 [ભાષા] Material
- TET - 2 (2023) વિભાગ 2 [ગણિત-વિજ્ઞાન] Material
- TET - 2 (2023) વિભાગ 2 [સામાજિક વિજ્ઞાન] Material
- TET - 1 (2023) Material
- શિક્ષક યોગ્યતા કસોટી-I & II (TET-1 & TET-2) નો કાર્યક્રમ
- શૈક્ષણિક લાયકાતની વિગતો
- TET - I & II માટેનો અભ્યાસક્રમ (syllabus)
- ભરતી માટે ગુણાંકન ગણતરી
શિક્ષક યોગ્યતા કસોટી-I & II (TET-1 & TET-2) નો કાર્યક્રમ :
ક્રમ | વિગત | તારીખ/સમયગાળો |
---|---|---|
1 | જાહેરનામું બહાર પાડવાની તારીખ | 17-10-2022 |
2 | વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ | 18-10-2022 |
3 | ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો | 21-10-2022 થી 31-12-2022 |
4 | નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો | 21-10-2022 થી 15-01-2023 |
5 | લેટ ફી ભરવાનો સમયગાળો | |
6 | TET-1 પરીક્ષાની તારીખ | 16/04/2023 |
7 | TET-2 પરીક્ષાની તારીખ | 23/04/2023 |
લેટ ફી :
જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ તા:07-12-2022 થી તા:12-12-2022 દરમ્યાન નિયત કરેલ પરીક્ષાની ફી (લેટ ફી રૂ!.200/- સહિત) ઓનલાઈન ભરી શકાશે.
શૈક્ષણિક લાયકાતની વિગતો :
પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ 6 થી 8)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ અને તેમાં વખતોવખત થયેલ સુધારા-વધારા મુજબની શૈક્ષણિક લાયકાત અને અન્ય જોગવાઇ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ શિક્ષક યોગ્યતા કસોટી-1 & 2 માં ઉપસ્થિત થઇ શકશે. શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.
પ્રાથમિક (ધોરણ 1 થી 5)
શૈક્ષણિક લાયકાત :ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ અને
તાલીમી લાયકાત :
(ક) બે વર્ષ પી.ટી.સી./D.El.Ed
અથવા
(ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.El.Ed.)
અથવા
(ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6 થી 8)
(અ) ગણિત/વિજ્ઞાન:
શૈક્ષણિક લાયકાત : બી.એસ.સી./બી.ઈ./બી. ટેક./બી. ફાર્મ.તાલીમી લાયકાત : પી.ટી.સી./ D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા 45% ગુણ સાથે બી.એસસી./બી.ઈ./બી. ટેક./બી. ફાર્મ.
તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50% ગુણ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.El.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50 % ગુણ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એસસી. એજ્યુકેશન(B.Sc.Ed.)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા 50% ગુણ સાથે બી.એસસી./બી.ઈ./બી. ટેક./બી. ફાર્મ.
તાલીમી લાયકાત : એક/બે વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
(બ) ભાષાઓ :
શૈક્ષણિક લાયકાત : બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી. (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અનેતાલીમી લાયકાત : પી.ટી.સી./ D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા 45% ગુણ સાથે બી.એ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.,(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા 50% ગુણ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.El.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા 50 % ગુણ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ.(અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત) એજ્યુકેશન (B.A.Ed.)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ 50% ગુણ સાથે બી.એ. (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.આર.એસ.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત)/બી.એસ.એસસી.(અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) અને
તાલીમી લાયકાત : એક/બે વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
(ક) સામાજિક વિજ્ઞાન :
શૈક્ષણિક લાયકાત :બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિ જેવા વિષય સાથે)/ બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.સી.એ./બી.બી.એ.તાલીમી લાયકાત : પી.ટી.સી./ D.El.Ed (બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછ ૪૫ % ગુણ સાથે બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિ જેવા વિષય સાથે)/ બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.સી.એ./બી.બી.એ.
તાલીમી લાયકાત : બી.એડ.(એક/બે વર્ષ)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા 50% ગુણ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બેચરલ ઇન એલીમેન્ટરી એજ્યુકેશન(B.El.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ધોરણ-૧૨(એચ.એસ.સી.) ઓછામાં ઓછા 50% ગુણ અને
તાલીમી લાયકાત : ચાર વર્ષીય બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિ જેવા વિષય સાથે)./બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન(B.A.Ed./B.Com.Ed/B.R.S.Ed./B.S.Sc.Ed)
અથવા
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથેબી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, ગૃહ વિજ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિ જેવા વિષય સાથે)/ બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.સી.એ./બી.બી.એ.
તાલીમી લાયકાત : એક/બે વર્ષીય બી.એડ. (સ્પેશીયલ એજ્યુકેશન)
નોંધ :
- નામ. હાઇકોર્ટના ચૂકાદાઓ અનુસાર જાહેરનામામાં દર્શાવેલ લઘુત્તમ લાયકાતની ટકાવારીમાં SC, ST, SEBC, શારીરિક ખોડખાપણવાળા ઉમેદવારોને 5% સુધીની છુટછાટ આપવામાં આવે છે. એટલે કે જ્યાં ઓછામાં ઓછા 50% પાત્રતા હોઇ ત્યાં 45%(44.5% કે તેથી વધુ ગુણ) અને 45% પાત્રતા હોઇ ત્યાં 40%(39.5% કે તેથી વધુ ગુણ) વાળા ઉક્ત કેટેગરીના ઉમેદવારો પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
- વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાત બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે.
- આ પરીક્ષાની પધ્ધતિ અને બાકીની સુચનાઓ પરીક્ષા પહેલા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો, સુચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
TET - I & II માટેનો અભ્યાસક્રમ (syllabus)
વિવિધ હેતુલક્ષી પ્રશ્નો : 150સમય :TET-1 માટે 90 મિનિટ અને TET-2 માટે 120 મિનિટ.
ગુણ :દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે.
TET-1 માટે
વિભાગ 1 : બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (child Development & Pedagogy)Reasoning ability, logical ability, teacher aptitude, data interpretation જેવા વિષયો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે.
વિભાગ 2 અને 3 : ગુજરાતી અને અંગ્રેજી ભાષા આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે.
વિભાગ 4 : ગાણિતિક પ્રશ્નો પૂછવામાં આવશે.
વિભાગ 5 : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારીના આધારે પ્રશ્નો પુછવામાં આવશે.
TET-2 માટે
પ્રશ્નપત્ર બે વિભાગમાં હશે વિભાગ-1 અને વિભાગ ૨. વિભાગ-૧ દરેક ઉમેદવારે પાસ કરવાનો રહેશે. વિભાગ ૨ વિષય આધારિત રહેશે. તમે જે વિષય માટે ફોર્મ ભર્યું હશે તે વિષયના પ્રશ્નો રહેશે.વિભાગ 1 : બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child development and pedagogy) - 25 પ્રશ્નો.
- Reasoning ability, logical ability, teacher aptitude, data interpretation જેવા વિષયો આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે.
- ગુજરાતી અને અંગ્રેજી ભાષા આધારિત 25 પ્રશ્નો પૂછવામાં આવશે.
- સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો આધારિત 25 પ્રશ્નો પૂછવામાં આવશે.
- આ વિભાગ 1 માં 75 પ્રશ્નો પૂછવામાં આવશે.
- ગણિત અને વિજ્ઞાન માટે : ગણિત અને વિજ્ઞાન આધારિત 75 પ્રશ્નો પૂછવામાં આવશે.
- ભાષા માટે : અંગ્રેજી-40 ગુણ, ગુજરાતી-20 ગુણ, હિન્દી અને સંસ્કૃત-15. કુલ 75 પ્રશ્નો પુછવામાં આવશે.
- સામાજિક વિજ્ઞાન માટે : ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વિષય આધારિત 75 પ્રશ્ન પુછવામાં આવશે.
ગુણાંકન :
PTC ની લાયકાત ધરાવતા ઉમેદવારો - પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5)
TET માંથી મેળવેલ ગુણના | 50% |
PTC માં મેળવેલ ગુણના | 25% |
HSC માં મેળવેલ ગુણના | 20% |
B.Sc. / B.A. માં મેળવેલ ગુણના | 05% |
C.P.Ed. ની લાયકાત ધરાવતા ઉમેદવારો - પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5)
TET માંથી મેળવેલ ગુણના | 50% |
C.P.Ed. માં મેળવેલ ગુણના | 25% |
HSC માં મેળવેલ ગુણના | 20% |
B.Sc. / B.Com. / B.A. માં મેળવેલ ગુણના | 05% |
B.Ed. / PTC ની લાયકાત ધરાવતા ઉમેદવારો - ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ 6 થી 8)
TET માંથી મેળવેલ ગુણના | 50% |
B.Ed. / PTC માં મેળવેલ ગુણના | 25% |
B.Sc. / B.Com. / B.A. માં મેળવેલ ગુણના | 20% |
M.Sc. / M.Com. / M.A. માં મેળવેલ ગુણના | 05% |
અથવા
TET માંથી મેળવેલ ગુણના | 50% |
ઇન્ટીગ્રેટેડ B.Sc. B.Ed. / B.Com. B.Ed. / B.A. B.Ed. માં મેળવેલ ગુણના | 45% |
M.Sc. / M.Com. / M.A. માં મેળવેલ ગુણના | 05% |
Read : TET-2ના આવેદનપત્રો ભરાવવા માટેનો સમયગાળો લંબાવવા બાબત (30-12-2022)
Read : અગાઉ ભરેલ ફોર્મમાં EWS અથવા દિવ્યાંગતાના પ્રકારમાં SD અને SI નો ઉમેરવા બાબતે.
Read : TET-2 પરીક્ષામાં EWS નો સમાવેશ કરવા અને દિવ્યાંગતાના પ્રકારમાં SD અને SI નો સમાવેશ કરવા બાબતે. (16-12-2022)
Read : TET-1 પરીક્ષામાં EWS નો સમાવેશ કરવા અને દિવ્યાંગતાના પ્રકારમાં SD અને SI નો સમાવેશ કરવા બાબતે. (16-12-2022)
Read : TET-1 અને TET-2ના આવેદનપત્રો ભરાવવા માટેનો સમયગાળો લંબાવવા બાબત (06-12-2022)
Read : TET-2 (17-10-2022)
Read : TET-1 (17-10-2022)
Post a Comment