ધોરણ-6 [વિજ્ઞાન] 1. આહારના ઘટકો સ્વ-અધ્યયન પોથી | std-6 [science] 1. aaharna ghatako swadhyay pothi

std-6-science-1-aaharna-ghatako-swadhyay-pothi-tushargiri

std 6 Science chapter 1. aaharna ghatako swadhyay pothi, std 6 Science ekam 1. aaharna ghatako swadhyay pothi, std 6 Science ch 1. aaharna ghatako swadhyay pothi, std 6 Science path 1. aaharna ghatako swadhyay pothi, std 6 Science unit 1. aaharna ghatako swadhyay pothi.

std 6 Science chapter 1. aaharna ghatako swadhyay pothi

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) જયને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી, તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે ? યોગ્ય વિકલ્પની સામે ખરાંની નિશાની કરો.
(A) વિટામિનયુક્ત અને પ્રોટીનયુક્ત
(B) કાર્બોદિતયુક્ત અને વિટામિનયુક્ત
(C) પ્રોટીનયુક્ત, વિટામિનયુક્ત, ચરબીયુક્ત
(D) વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનીજક્ષારોયુક્ત ✅

(2) અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડોક્ટર પાસે જાય છે, તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે ? યોગ્ય વિકલ્પની સામે ખરાંની નિશાની કરો.
(A) લીલા પાંદડાવાળાં શાકભાજી ✅
(B) બદામ, તલ, અખરોટ
(C) ઘઉં, બાજરી, ચોખા
(D) નારંગી, આંબળાં, લીંબું

(3) આપેલ ડિશમાં તમારા સમતોલ ભોજનની નોંધ કરો :
⟹ દૂધ, ચા, ભાખરી, ગાંઠિયા
સવારનો નાસ્તો

⟹ રોટલી, શાક, દાળ-ભાત, છાશ
બપોરનું ભોજન

⟹ રોટલી, શાક, ખીચડી, કઢી, દહીં
સાંજનું ભોજન

(4) શું કોઈ એક ખાદ્યપદાર્થમાં એક કરતાં વધુ પોષકદ્રવ્યો હાજર હોઈ શકે ? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો.
⟹ હા, ઘણા ખાદ્યપદાર્થમાં એક કરતાં વધુ પોષકદ્રવ્યો હાજર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે દૂધ. દૂધમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન-C સિવાયના વિટામિનો અને ખનીજક્ષાર હોય છે. આમ દૂધ એક કરતા વધુ પોષકતત્વો ધરાવે છે.

(5) સમતોલ આહાર કોને કહેવાય ? તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો.
⟹ જે આહારમાં શરીર માટે જરૂરી બધા જ પોષકદ્રવ્યો પૂરતી માત્રામાં હોય તેવા આહારને સમતોલ આહાર કહે છે. સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી.

(6) ગઈ કાલે દિવસ દરમિયાન તમે શું જમ્યાં તેની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો ? શા માટે ?
⟹ ગઈ કાલે મેં ભાખરી, ચા, દૂધ, રોટલી, શાક, દાળ-ભાત, ખીચડી, દહીં, છાશ જમ્યું. હા, તેને સમતોલ આહાર કહી શકાશે. કેમ કે તેમાંથી શરીરને જોઈતા બધા જ પોષકતત્વો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનીજક્ષાર મળી રહે છે.

(7) નીચે આપેલ ખાદ્યપદાર્થોમાં પોષકદ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા પૈકી યોગ્ય પરીક્ષણ કરો :
ક્રમખાદ્યપદાર્થદ્રાવણની અસરકાગળ પર ઘસવાથી થતી અસરહાજર ઘટક
આયોડિનનું દ્રાવણCuSO4 + NaOHનું દ્રાવણ
1.બટાટાભૂરો, કાળો રંગ--કાર્બોદિત
2.ચણા-જાંબલી રંગ-પ્રોટીન
3.તલ--તેલના ડાઘચરબી

(8) રૂક્ષાંશ (પાચક રેસા) આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. કારણ આપો.
⟹ રૂક્ષાંશ એટલે કે પાચક રેસા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. કારણ કે તે રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

(9) આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતાં તમને સમતોલ આહારનાં કયાં ઘટકો મળે છે, તેની કોષ્ટકમાં નોંધ કરો.
પદાર્થમળતા આહારનાં ઘટકો
સલાડવિટામીન
ભાજીવિટામિન-A
દાળ-ભાતપ્રોટીન, કાર્બોદિત
મગપ્રોટીન
ઘી-તેલવિટામીન-A, ચરબી
પનીરચરબી, પ્રોટીન

(10) શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે ? કેવી રીતે ?
⟹ શરીર દ્વારા જરૂરી કરતાં વધુ માત્રામાં લેવામાં આવતું પ્રોટીન કિડની પર વધારાનું ભાર મૂકે છે અને કિડની પર પ્રતિકૂળ અસર થાય છે. વિટામિન વધારે માત્રામાં લેવાથી સુસ્તી, ઉલટી અથવા પેટમાં દુખાવો, કબજિયાત થઈ શકે છે. કિડનીમાં સ્ટોન બની શકે છે.

(11) દૂધને સમતોલ આહાર કહેવાય છે. કારણ આપો.
⟹ દૂધમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનીજક્ષારો અને વિટામિન-C સિવાયના લગભગ બધા જ વિટામિનો હાજર હોય છે. આપણા શરીરને જોઈતા બધા જ પોષકતત્વો દૂધમાંથી મળી રહે છે. તેથી દૂધને સમતોલ આહાર કહેવાય છે.

(12) સમતોલ આહાર માટે આપણે કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ ?
⟹ સમતોલ આહાર માટે આપણે એવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ કે જેમાંથી આપણા શરીરને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન,ખનીજક્ષાર જેવા બધા જ પોષકતત્વો અને પાચક રેસા તથા પાણી મળી રહે.

(13) ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું ? તેને અટકાવવા શું કરવું જોઈએ ?
⟹ એક કે વધુ પોષકદ્રવ્યના લાંબા સમય સુધીના અભાવના કારણે ત્રુટીજન્ય રોગો થાય છે. તેને અટકાવવા જે પોષકદ્રવ્યના અભાવથી ત્રુટિજન્ય રોગ થયો હોય, તે પોષકદ્રવ્યનું ખોરાકમાં પ્રમાણ વધારવું જોઈએ.

(14) જોડકાં જોડો :
વિભાગ Aવિભાગ B
(1) વિટામિન-A(E) રતાંધળાપણું
(2) વિટામિન-C(D) સ્કર્વી
(3) વિટામિન-D(C) રિકેટ્સ (સુક્તાન)
(4) આયોડિન(B) ગૉઈટર
(5) આયર્ન(F) એનિમિયા

(15) તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે. તેણે તેની ભોજનની ટેવમાં શું-શું ફેરફાર કરવો જોઈએ ?
⟹ નીરવનું શરીર ખૂબ જાડું છે તો તેને પોતાના ભોજનમાં ચરબીયુક્ત ખોરાકનું પ્રમાણ ઘટાડવું જોઈએ અને લીલા શાકભાજીનું ખોરાકમાં પ્રમાણ વધારવું જોઈએ.

(16) રમતના મેદાનમાં રમતાં-રમતાં તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતાં ડૉક્ટરે કહ્યું કે, તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો તમે તેને કયા ઘરગથ્થું ઉપાયો સૂચવશો ? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય, તો શું થાય ?
⟹ અમે તેને લીંબુ શરબત અને નાળિયેરનું પાણી પીવાના ઉપાયો સૂચવશું. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો તેને તાવ આવી શકે અને શરીર અંદરના અંગોને નુકસાન થઈ શકે છે.

(17) શાળામાં આપવામાં આવતા મધ્યાહ્ન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્ત્વો જણાવો.
વારવાનગીનાસ્તોકયા પોષક તત્ત્વો મળે ?
સોમવારવેજીટેબલ ખીચડીસુખડી
મંગળવારમુઠીયા ઢોકળા અને શાકકઠોળ ચાટ
બુધવારવેજીટેબલ પુલાવમિક્સ દાળ
ગુરુવારદાળ ઢોકળીકઠોળ ચાટ
શુક્રવારદાળ ભાતમુઠીયા
શનિવારવેજીટેબલ પુલાવકઠોળ ચાટ


Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post