ધોરણ-7 [વિજ્ઞાન] 1. વનસ્પતિમાં પોષણ સ્વ-અધ્યયન પોથી | std-7 [science] 1. vanaspatima poshan swadhyay pothi

std 7 Science chapter 1. vanaspatima-poshan swadhyay pothi, std 7 Science ekam 1. vanaspatima-poshan swadhyay pothi, std 7 Science ch 1. vanaspatima-poshan swadhyay pothi, std 7 Science path 1. vanaspatima-poshan swadhyay pothi, std 7 Science unit 1. vanaspatima-poshan swadhyay pothi.

std 7 Science chapter 1. vanaspatima poshan swadhyay pothi

1. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરા (✓)ની નિશાની કરો :
(1) ફાફડાથોર પ્રકાશસંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે ?
▭ પર્ણ ✅ પ્રકાંડ ▭ મૂળ ▭ એકપણ નહિ

(2) બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે ?
▭ કીટાહારી ▭ સ્વયંપોષી ✅ મૃતોપજીવી ▭ પરોપજીવી

(3) પર્ણરંધ્રો કયા કોષો દ્વારા આવરિત હોય છે ?
▭ સ્થૂલકોણક કોષો ✅ રક્ષક કોષો ▭ વાહક કોષો ▭ દૃઢોતક કોષો

(4) વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે ?
▭ પ્રકાંડ ✅ પર્ણ ▭ મૂળ ▭ એકપણ નહિ

(5) સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે ?
▭ કાર્બન ડાયોક્સાઈડ ▭ સૂર્યપ્રકાશ ▭ ક્લોરોફિલ ✅ આપેલા તમામ

(6) કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે ?
▭ ઓક્સિજન ✅ કાર્બન ડાયોક્સાઈડ ▭ નાઈટ્રોજન ▭ હાઈડ્રોજન

(7) નીચેનામાંથી કયું વાક્ય/વાક્યો સાચાં છે ?
(i) દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે.
(ii) મોટાભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે.
(iii) પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ જરૂરી નથી.
(iv) પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે.

▭ (i) અને (ii) ▭ માત્ર (ii) ▭ (ii) અને (iii) ✅ (i) અને (iv)

(8) પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે ?
▭ ઓક્સિજન ✅ કાર્બન ડાયોક્સાઈડ ▭ નાઈટ્રોજન ▭ હાઈડ્રોજન

2. ખાલી જગ્યા પૂરો :
(9) પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે. (મૃતોપજીવી, સ્વાવલંબી, પરોપજીવી)

(10) પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ આયોડિનના ઉપયોગથી થઈ શકે છે. (આયોડિન, સેફ્રેનીન, મિથિલીન બ્લૂ)

(11) સૂર્યપ્રકાશનું શોષણ હરિતકણ રંજકકણ કરે છે. (ત્રાકકણ, શ્વેતકણ, હરિતકણ)

(12) રાઈઝોબિયમ બૅક્ટેરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે. (પરોપજીવી, મૃતોપજીવી, સહજીવી)

(13) ખનીજ તત્ત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. (મૂળ અને પર્ણ, પ્રકાંડ અને મૂળ, મૂળ અને પુષ્પ)

3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :
(14) પર્ણમાં કયા ઘટકની હાજરીના કારણે પ્રકાશસંશ્લેષણ થાય છે ?
⟹ પર્ણમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય કહે છે. તેની હાજરીના કારણે પ્રકાશસંશ્લેષણ થાય છે.

(15) કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે ?
⟹ ભેંસ, કાગડાને પોતાના શરીર પર બેસવા દે છે અને કાગડો ભેંસના શરીર પર ચોંટેલા જીવજંતુઓને ખાય છે. આમ તેમના વચ્ચે સહજીવન જોવા મળે છે.

(16) કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઈટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે ?
⟹ રાયઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાંના નાઈટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે.

(17) વનસ્પતિનાં પર્ણ સિવાય બીજાં કયા અંગ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે ? તપાસ કરી નોંધ તૈયાર કરો.
⟹ ઘણી વનસ્પતિના પ્રકાંડમાં હરિતદ્રવ્ય હોય છે, તો તે દ્વારા પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ઉદાહરણ તરીકે ફાફડાથોર.

(18) વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે ?
⟹ તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં જોવા મળતી લીલ સ્વાવલંબી પોષણ દર્શાવે છે.

(19) પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે ?
⟹ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઈડ, પાણી, હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે.

(20) કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે ?
⟹ કીટાહારી વનસ્પતિ કીટકોનું પાચન કરી તેમાંથી પોષકતત્વો પ્રાપ્ત કરે છે.

(21) રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે. સમજ આપો.
⟹ રણપ્રદેશમાં વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરવા માટે જમીન માંથી ખૂબ જ ઓછું પાણી મળે છે. બાષ્પોત્સર્જનની ક્રિયામાં વનસ્પતિ પાણીને ગુમાવે છે. આથી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જનની ક્રિયા નુકસાનકારક છે.

(22) જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષકતત્ત્વો જરૂરી છે ?
⟹ જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઈટ્રોજન, પોટેશિયમ અને ફૉસ્ફરસ જેવા પોષકતત્ત્વો જરૂરી છે.

4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
(23) નીચેનું કોષ્ટક પૂર્ણ કરો :
ક્રમ ફૂગનું નામઉદ્ભવસ્થાનનુકસાનફાયદો
1.પેનિસિલિયમખાદ્ય પદાર્થો પરખાદ્ય પદાર્થોનો બગાડઔષધી તરીકે
2.મશરૂમજમીન પર---ખોરાક તરીકે
3.યીસ્ટવાસી ખોરાક પરખાદ્ય પદાર્થોનો બગાડખોરાક તરીકે


(24) જમીનમાં નાનાઈટ્રોજનનું ટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે ?
⟹ રાઈઝોબીયમ નામના બેક્ટેરિયા ચણા, વટાણા, મગ, વાલ તથા અન્ય કઠોળના મૂળમાં વસવાટ કરે છે. તે વાતાવરણમાનો નાઈટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.

(25) કોઈ પણ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો ?
⟹ વનસ્પતિના પર્ણ અને પ્રકાંડ પર આયોડિનના બે-ત્રણ ટીપા નાખતા, જો તેનો રંગ ભૂરો અથવા કાળો થઈ જાય તો તેમાં સ્ટાર્ચની હાજરી છે. તેના પરથી જાણવા મળે છે કે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે.

(26) માઈક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામનિર્દેશવાળી આકૃતિ દોરો.
std-7 [science] 1. vanaspatima poshan swadhyay pothi પર્ણરંધ્

(27) અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે ?
⟹ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે હરિતદ્રવ્યની જરૂર પડે છે. અમરવેલ હરીતદ્રવ્ય ધરાવતી નથી. આથી તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી. માટે તેને પોતાના પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખવો પડે છે.

(28) વનસ્પતિમાં પોષકતત્ત્વોની આવશ્યકતા જણાવો.
⟹ વનસ્પતિને જમીનમાંથી યોગ્ય પોષકતત્વોના મળે તો તે સારી રીતે પોતાનો ખોરાક બનાવી શકતી નથી અને તેની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી.

(29) સજીવો દ્વારા ખોરાકગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે ?
⟹ સજીવો દ્વારા ખોરાકગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.

(30) પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો.
⟹ કાર્બન ડાયોક્સાઈડ+પાણી [સૂર્યપ્રકાશ→હરીદ્રવ્ય] કાર્બોદિત+ઓક્સિજન

(31) રક્ષકકોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે છે ?
⟹ રક્ષકકોષો દ્વારા આવરિત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે.

(32) પર્ણ કઈ ઊર્જાનું શોષણ કરે છે ? આ ઊર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે ?
⟹ પર્ણ સૂર્ય ઊર્જાનું શોષણ કરે છે. આ ઊર્જાનું શોષણ કરવા પર્ણમાં હરીદ્રવ્ય આવેલું છે.

(33) વાતાવરણમાં રહેલા ઑક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. સમજાવો.
⟹ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ વાયુનો ઉપયોગ કરી ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. આમ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે.

(34) પોષકતત્ત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે ? અને તે વનસ્પતિના ક્યાં-ક્યાં અંગોમાં પ્રસરેલ હોય છે ?
⟹ પોષકતત્ત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહક પેશીઓ કહે છે. તે વનસ્પતિના દરેક અંગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણમાં પ્રસરેલ હોય છે.

(35) લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણો પ્રકાશસંશ્લેષણ કરે છે. સમજાવો.
⟹ ઘણી વનસ્પતિના પર્ણો લાલ, કથ્થાઈ, પીળા અને બીજા ઘણા રંગના રંજકદ્રવ્યો ધરાવે છે. જેનું પ્રમાણ વધુ હોય છે. જે હરિદ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણોનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશસંશ્લેષણ થઈ શકે છે.

(36) પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશસંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે ?
⟹ પર્ણમાં રહેલ સ્ટાર્ચ પ્રકાશસંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે.

(37) લીલ પ્રકાશસંશ્લેષણ કરી શકે છે. સમજાવો.
⟹ લીલ હરીદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. હરીદ્રવ્ય લીલને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આમ લીલ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે.

(38) કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામનિર્દેશનવાળી આકૃતિ દોરી વર્ણવો.
std-7 [science] 1. vanaspatima poshan swadhyay pothi કળશપર્ણ
⟹ કળશપર્ણમાં કળશ અથવા જગ જેવી રચનાએ પર્ણનો રૂપાંતરિત ભાગ છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષકતત્વો શોષાય છે.

(39) નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા (રાઈઝોબિયમ) ધરાવતી વનસ્પતિ અલગ કરો.
(વાલ, મકાઈ, ઘઉં, વટાણા, મગ, બાજરી, જુવાર, ચણા, કપાસ, તુવેર)
⟹ નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિ : ચણા, વટાણા, વાલ, મગ, તુવેર.

(40) સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ?
⟹ સહભાગીતામાં સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષકતત્વો એમ બંને માટે સહભાગી બને છે.
દા.ત. અમુક ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિ એ ફૂગને પોષકતત્વો પૂરાં પાડે છે, બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષકતત્વો પૂરાં પાડે છે.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post