std 8 Gujarati chapter 1. bajarma swadhyay pothi, std 8 Gujarati ekam 1. bajarma swadhyay pothi, std 8 Gujarati ch 1. bajarma swadhyay pothi, std 8 Gujarati path 1. bajarma swadhyay pothi, std 8 Gujarati unit 1. bajarma swadhyay pothi.
std 8 Gujarati chapter 1. bajarma swadhyay pothi
પ્રશ્ન 1. તમારા ગામ/શહેરમાં તમારા મનગમતા સૈનિક/રમતવીર આવે અને તમારે એમનો ઈન્ટરવ્યૂ લેવાનો થાય તો તમારે એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો.ઉદા. તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ ?
1. તમે શારીરિક ક્ષમતા વધારવા કેવો ખોરાક ખાતા હતા ?
2. તમે કેટલા સમય સુધી વ્યાયામ કરતા હતા ?
3. તમે ટ્રેનિંગ માટે કઈ જગ્યાએ જતા હતા ?
4. ટ્રેનિંગથી લઈને સિલેકશન સુધીનો તમારો અનુભવ કેવો રહ્યો.
5. તમે નવા ઉમેદવારોને શું સલાહ આપવા ઇચ્છશો ?
પ્રશ્ન 2. સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો.
જવાબ - 2 : મે બજારમાં મોટા કોમ્પલેક્ષ, મોલ, નાની-મોટી દુકાનો જોઈ છે. દરેક દુકાનની ઉપર નામનું બોર્ડ હોય છે. ઘણા નામમાં બોર્ડમાં લાઈટો ફિટ કરેલી હોય છે. જે રાતના સમયે બજારમાં રોશની ફેલાવે છે. કોમ્પલેક્ષ ત્રણ અને ચાર માળ જેટલા ઊંચા હોય છે. જેમાં કપડાંની, રમકડાની, ખાવા-પીવાની જેવી વિવિધ દુકાનો હોય છે. કોમ્પલેક્ષમાં અંડર ગ્રાઉંડ પાર્કિંગ પણ હોય છે. મે બજારમાં ઘણી જગ્યાએ દુકાનની બહાર ચા-પાણી, સમોસાં, પકોડાની રેકડી ઊભેલી જોઈ છે. બજારમાં મોલ પણ હોય છે. જ્યાં ઘર વપરાસ તેમજ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે. દિવસ દરમિયાન બજાર માં ઘણી ભીડ રહે છે. લોકોની ખૂબ જ અવર-જવર રહે છે. ઘણી દુકાનોની બહાર ગાડી પાર્કિંગની જગ્યા પણ નથી હોતી. ઘણી દુકાનોની બહાર કચરો ફેકવા માટેની કચરાપેટી હોય છે.
પ્રશ્ર 3. તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો, તેનું વર્ણન SMS સ્વરૂપે કરો.
આજે સવારે હું જાગ્યો/જાગી. ત્યારબાદ ………
જવાબ - 3 : મેં બ્રશ કરીને નાસ્તો કર્યો. ત્યારબાદ શાળાએ જવાની તૈયારી કરીને શાળાએ પહોંચી ગયા. મેં પ્રાર્થના સંમેલનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ વર્ગમાં ગયા અને ભણ્યા હતા. પછી ઘરે આવીને જમ્યું હતું. જમ્યા પછી થોડીવાર મેં આરામ કર્યો. આરામ કર્યાબાદ શાળાનું લેશન કર્યું અને પછી સાંજ સુધી રમ્યું. રાતે જમ્યું અને પછી થોડીવાર પાઠ્યપુસ્તક વાંચ્યું. પછી સુઈ ગયા. આમ દિવસ પસાર થયો.
પ્રશ્ન 4. (અ) નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરી તેના વિશે તમારા શબ્દોમાં લખો.
જવાબ - 4 (અ) : આપેલું ચિત્ર મેળાનું છે. ચિત્રમાં બે ચકડોળ, બે ઝુલાવાળી હોડી અને બીજી પણ રાઈડ દેખાય છે. ચિત્રમાં રમકડાંની, ચીજ વસ્તુઓની, ખાણી-પીણીની દુકાનો દેખાય છે. એક દુકાનનું નામ રાજા થી શરુ થાય છે. ઘણા માણસો પણ દેખાય છે. ચિત્રમાં એક ત્રણ વ્હીલ વાળી સાઈકલ પણ દેખાય છે. દિવસનો સમય છે અને માણસો મેળાની મજા માણી રહ્યા છે.
પ્રશ્ન 4. (બ) નીચે આપેલાં ચિત્રોમાં રહેલો તફાવત શોધીને લખો.
જવાબ - 4 (બ) : ચિત્ર 2માં તફાવત આ પ્રમાણે છે. (1) ડાબી બાજુ એક જ વૃક્ષ છે. (2) વાદળ પાછળ સૂર્ય દેખાય છે. (3) મકાન પર ચીમની નથી. (4) મકાનની જાળી પાસે ઘાસ છે. (5) બળદના નાકમાં નથડી નથી. (6) બતક પાછળ પાણી નથી. (7) ઘોડાની જીભ બહાર છે (8) ગાયના શરીર પર વધુ સફેદ દાગ છે. (9) ભૂંડના પગ પાસે કીચડ નથી. (10) મરઘી ડાબી બાજુ જુએ છે.
પ્રશ્ન 5. નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો.
હવાડામાં નહિ જેવું પાણી હતું. કરસને નિસાસો નાખ્યો. એણે નજર ફેરવીને ગમાણ તરફ જોયું. પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાંગી પડ્યો. એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો. કરસને ફરીથી નિસાસો નાખીને આકાશ સામે જોયું.
1. હવાડામાં નહિ જેવું પાણી હતું, એટલે ?
(અ) હવાડામાં ઘણું પાણી હતું.
✅(બ) હવાડામાં થોડું ઘણું પાણી હતું.
(ક) હવાડામાં પાણી નહોતું.
2. ‘કરસને દુઃખથી આહ નાખી’ આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો.
જવાબ - 2 : કરશને નિસાસો નાખ્યો.
3. ‘ઢોરના નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા’ એટલે...
✅(અ) ગમાણ
(બ) ઘોડાર
(ક) કોઠી
4. કરસને કેમ આકાશ સામે જોયું ?
જવાબ - 4 : કેમ કે હવાડામાં નહિ જેવું પાણી હતું. માટે વરસાદની રાહ જોઈ રહેલા કરસને આકાશ સામે જોયું.
5. ‘ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો.’ - રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો.
જવાબ - 5 : વાગોળતો હતો.
પ્રશ્ન 6. તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો.
જવાબ - 6 : તહેવારોના સમયે બજારમાં દુકાનોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવે છે. જુદા-જુદા તહેવાર પ્રમાણે દુકાનદાર વસ્તુઓ વહેંચવા માટે લઈ આવે છે. જેમ કે ઉતરાયણના તહેવારમાં પતંગો અને ફીરકીઓ. હોળીના તહેવારમાં રંગો, ગુલાલ અને પિચકારીઓ. નવરાત્રિના તહેવારમાં ગરબા અને દાંડિયાઓ. દિવાળીના તહેવારમાં ફટાકડાઓ, રંગોળી કરવા માટેના રંગો, દીવાઓ અને લાઈટો. કપડાંની દુકાનમાં પણ તહેવાર આવતા નવા કપડાંનો સેલ આવે છે. તહેવાર આવતા મીઠાઈની દુકાનોમાં ખરીદી વધી જાય છે.
પ્રશ્ન 7. તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શો-શો તફાવત છે તે લખો.
જવાબ - 7 : અમારા ગામની બજારમાં ઘણી ઓછી દુકાનો છે. જયારે તાલુકાની બજારમાં વધુ દુકાનો છે. ગામની બજાર કરતાં તાલુકાની બજારના રસ્તા પહોળા છે. ગામની બજારમાં ઘરમાં જોઈતા કરિયાણા, અનાજ, દૂધ, શાકભાજી અને અન્ય નાની-મોટી વસ્તુઓ જ મળે છે. જયારે તાલુકાની બજારમાં જીવન જરૂરિયાતને લગતી બધી વસ્તુઓ મળે છે. ગામની દુકાનો કરતા તાલુકાની દુકાનો દેખાવમાં વધુ સારી અને મોંઘી છે. ગામની બજારમાં ઘણા ઓછા લોકો જોવા મળે છે. જયારે તાલુકાની બજારમાં ઘણા લોકો ખરીદીમાં જોવા મળે છે. તાલુકાની બજારમાં આસપાસના ગામોના લોકો ખરીદી કરવા આવે છે.
પ્રશ્ન 8. તમારે ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ વિશે નિબંધ લખવાનો છે. તો તમે ક્યાંથી માહિતી મેળવશો ? શી માહિતી મેળવશો ?
જવાબ - 8 :
ક્યાંથી ? | શી માહિતી ? |
---|---|
(1) શિક્ષકને પૂછીશ. | (1) સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી |
(2) લાઈબ્રેરીમાંથી મેળવીશ. | (2) સરદાર પટેલનું જીવન ચરિત્ર. |
(3) ગામના વડીલો પાસેથી. | (3) સરદાર પટેલ સાથે સંકળાયેલી સ્થાનિક માહિતી. |
(4) સમાચારપત્રો માંથી. | (4) સમાચારપત્રોમાં છપાયેલ સરદાર પટેલ વિશે માહિતી. |
(5) ઈન્ટરનેટ પરથી. | (5) સરદાર પટેલના વિડિયો અને ઓડિયો. |
પ્રશ્ન 9. ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી-કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો.
જવાબ - 9 : હું ભણીને આત્મનિર્ભર બની શકીશ. જો હું એવું કામ કરી શકું કે જેથી લોકોને ફાયદો થાય અને મને રોજગારી મળે તો હું આત્મનિર્ભર બની શકીશ. ઘરમાં કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન બનાવી ખોરાકની બાબતે આત્મનિર્ભર બનવા પ્રયત્ન કરી શકીશ. વિવિધ વિષયો જેવા કે કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિક, વગેરે વગેરે… માં ઘર ઉપયોગી કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બની શકીશ.
Post a Comment