ધોરણ-8 [વિજ્ઞાન] 1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્વ-અધ્યયન પોથી | std-8 [science] 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi

std-8-science-1-pak-utpadan-ane-vyavasthapan-swadhyay-pothi-tushargiri

std 8 Science chapter 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi, std 8 Science ekam 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi, std 8 Science ch 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi, std 8 Science path 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi, std 8 Science unit 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi.

std 8 Science chapter 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi

▭ નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની (✓) નિશાની કરો.
(1) આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
✅ કલ્ટિવેટર ▭ હળ ▭ ખરપિયો ▭ થ્રેસર

(2) વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે ?
▭ યુરિયા ▭ એમોનિયમ સલ્ફેટ ✅ કમ્પોસ્ટ ▭ સુપર ફોસ્ફેટ

▭ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(3) ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો ?
જવાબ - 3 : ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરતો અને કાચા ફળ, શાકભાજીનો ઉપયોગ કરતો હતો.

(4) નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો.
(1) આ પાક વરસાદની ઋતુમાં થાય છે.
જવાબ - 1 : ખરીફ પાક.
(2) આ પાકનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ સુધીનો છે.
જવાબ - 2 : રવીપાક.
(3) ડાંગર, મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે.
જવાબ - 3 : ખરીફ પાક.
(4) આ પાક શિયાળાની ઋતુમાં થાય છે.
જવાબ - 4 : રવીપાક.
(5) આ પાકનો સમયગાળો જુન થી સપ્ટેમ્બર સુધીનો છે.
જવાબ - 5 : ખરીફ પાક.
(6) ચણા, વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે.

જવાબ - 6 : રવીપાક.

(5) જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે ?
જવાબ - 5 : જમીનનું ખેડાણ કરવાથી પોષકતત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે માટે ખેડાણ કરવું જરૂરી છે.

(6) કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે ?
જવાબ - 6 : ફુવારા પદ્ધતિ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે.

(7) રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે ?
જવાબ - 7 : રણપ્રદેશમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે.

(8) નીંદણનાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ ?
જવાબ - 8 : જ્યારે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ.

(9) નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે ?
જવાબ - 9 : નિંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ.

(10) કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો.
જવાબ - 10 : પાકની લણણી અને દાણાઓને ભૂસામાંથી અલગ કરવા જેવી બંને ક્રિયાઓ એકી સાથે કરવા માટે કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે.

(11) પડતર જમીનમાં ખેતી કરવા માટે તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો ?
જવાબ - 11 : પડતર જમીનમાં ખેતી કરવા માટે અમે ભૂમિને તૈયાર કરવાની પદ્ધતિ અપનાવીશું.

(12) અનાજ સંગ્રહ કરવા માટે લીમડાનાં સૂકા પાન શા માટે વપરાય છે ?
જવાબ - 12 : લીમડાના સુકા પાનના વપરાશથી અનાજને ઉપદ્રવી જીવાત, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થાય છે.

(13) ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે ? શા માટે ? વૈજ્ઞાનિક સમજૂતી આપો.
જવાબ - 13 : હા, કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે કેમકે તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે. જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે.

(14) નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે. તે આવું શા માટે કરતા હશે ? વૈજ્ઞાનિક સમજૂતી આપો.
જવાબ - 14 : જો બીજને તાપમાં સુકવવામાં ના આવે તો બીજની બગડવાની સંભાવના વધી જાય છે. તાપમાં સુકવવાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે. જેથી તેને કીટકો, ઉપદ્રવી જીવાત, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. તે માટે સંગ્રહ પહેલા બીજને તાપમા સુકવે છે.

(15) માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે. તો તેમના માટે સિંચાઈની કઈ પધ્ધતિ વધુ યોગ્ય છે ? શા માટે ?
જવાબ - 15 : સાપુતારા પહાડી પ્રદેશ છે. ત્યાં વરસાદ અને ભેજનું પ્રમાણ વધુ રહે છે. જેથી ત્યાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું.

(16) નિમેષભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફપાક અને એક રવીપાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે.
જવાબ - 16 : નિમેષભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી કરવા માટે ખરીફપાક તરીકે કપાસ અને રવિપાક તરીકે ચણાને વાવી શકે છે. જેથી તેમની જમીનમાં નાઈટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે.

(17) અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેનાં કોઈ પણ ત્રણ કારણો કયાં હોઈ શકે તે જણાવો.
જવાબ - 17 : (1) પાકને જરૂરિયાત પ્રમાણેનું પાણી સિંચાઈ દ્વારા ના આપતા. (2) પાક સાથે ઉગી નીકળેલા બિનજરૂરી છોડ (નીંદણ)ને દૂર ના કરતા. (3)પશુ-પક્ષી, પ્રાણી, કીટકો જેવા જીવોથી પાકનું રક્ષણ ના કરતા. પાક નિષ્ફળ જાય છે.

(18) વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને શાફ્ટ જેવાં ભાગો ધરાવતાં સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો.
જવાબ - 18 : જોત,ફાલ અને શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનને હળ કહે છે. હળ દ્વારા તે જમીન ખેડવાનું, ખાતર ભેળવવાનું તેમજ નીંદણ દૂર કરવાનું કામ કરી રહ્યા હશે.

(19) નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતાં સાધનો ઓળખો.
જવાબ - 19 :
સાધનનું નામ
X = કમ્બાઈન મશીન
Y = હાર્વેસ્ટર
Z = થ્રેસર

(20) પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ ?
જવાબ - 20 : જમીને ખેડવાથી જમીન ઉપર-નીચે તથા પહોંચી જાય છે. પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે. ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે અને જમીનની ભેજધારણ ક્ષમતા વધે છે. જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે.

(21) રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ ?
જવાબ - 21 : ગાયને પાળવા માટે ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. ગાયને તેની જરૂરિયાત પ્રમાણેનો ખોરાક આપવો જોઈએ. ગાયના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ અને તેની સ્વચ્છતા જાળવવી જોઈએ.

▭ પ્રોજેક્ટ કાર્ય :
(22) આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવાં પગલાં લેશો તેનું વર્ણન કરો.
જવાબ - 22 : શાળાના મેદાનમાં કોઈ ખાલી જગ્યાએ ખાડો ખોદી, તેમાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરા જેવા કે નીચે ખરી ગયેલા પાંદડાઓ, ફૂલો, ફળો વગેરેને દાટી દેવું. ત્યારબાદ તેના પર થોડું પાણી છાંટીશું અને થોડા દિવસો સુધી તેને સડવા દઈશું. આમ આપણે કચરામાંથી ખાતર બનાવી શકીશું.

(23) તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો.
જવાબ - 23 : અમારા વિસ્તારમાં ઘઉં ચણા કપાસ અને મગફળી જેવા પાકોની ખેતી થાય છે. સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ ધોરીયા પદ્ધતિનો ઉપયોગ થાય છે.

(24) વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ ત્રણ ઓજારના ઉપયોગ લખો.
જવાબ - 24 : હળ, ખરપિયો, દાતરડું, દાંતી, વાવણીયો, કલ્ટીવેટર, હાર્વેસ્ટર વગેરે વગેરે…
હળ - જમીનને ખેડવા માટે.
દાતરડું - નીંદણને દૂર કરવા માટે.
હાર્વેસ્ટર - લણણી માટે.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post